Saturday, November 16, 2024

મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી,આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવની ઉજવાણી થઈ રહી છે ત્યારે હાલ સરકારી શાળાઓની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યા છે

ત્યારે મોરબી તાલુકાની ખાનપર મુકામે આવેલી શાળાને 100 વર્ષ પૂરા થતા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો જેમાં ખાનપર કુમાર શાળા,ખાનપર કન્યા શાળા અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ થયો હતો જેમાં બાળકો દ્વારા ખૂબજ સુંદર કૃતિ રજૂ કરી,પોતાના અભિનયના ઓજસ પાથરી ગામજનોને પ્રભાવિત કર્યા હતા અને ગ્રામજનોએ શાળા અને બાળકોના વિકાસ માટે આશરે બે લાખ ૬૦ હજાર જેટલો ફાળો એકત્ર કરીને પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવી હતી,કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના સમગ્ર સ્ટાફ તેમજ ગ્રામજનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર