Friday, September 27, 2024

મોરબીના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય વૃક્ષારોપણ દ્વારા જન્મદિવસની ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ડી.વી.પરખાણી શાળા નંબર:- 7 સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રકાશભાઈ દસાડીયાએ રવિવારના રોજ ત્રણ પેઢીએ પોતે એમના ધર્મ પત્નિ, એમના શિક્ષક પિતાજી ચંદુભાઈ દસાડીયા અને એમના પૂત્ર સાથે મળીને એમના હળવદ (વેગડવાવની સીમમાં) ખેતરમાં વૃક્ષારોપણ કર્યું. આમ તો એવું કહેવાય છે કે આપણે આપણા જીવનમાં દરેક વર્ષે જન્મ દિવસ નિમિત્તે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પ્રકૃતિએ આપણી ઉપર કરેલ અસંખ્ય ઉપકાર ના બદલામાં પ્રકૃતિને કંઇક આપવું જોઈએ.પ્રકાશભાઈ એમના પત્નીનાં 39-39 વર્ષ પૂર્ણ થયા છે.. ઍટલે અત્યાર સુધી ન વાવેલા બધા વર્ષો ના એક એક લેખે 39 વૃક્ષો એમના અને 39 વૃક્ષો એમના પત્નિના કુલ મળીને 78 સંખ્યા થાય. તે પૈકી 40 વૃક્ષો એમના ખેતરના શેઢે વાવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે. હજુ બીજાં તબક્કામાં ઘણા બધા ફળાઉ અને ઔષધિ પ્રકારના વૃક્ષો બાકી રહી ગયા છે તેવા 40 વૃક્ષો આવતાં અઠવાડિયે કે પંદર દિવસે વાવવાનું પ્લાનિંગ છે. ત્યારબાદ એમના પુત્રના 12 વર્ષ લેખે 12 વૃક્ષો વાવવા છે.

ત્યાર બાદ એમના ગામના (વિશાલ નગર, તાલુકો. માળિયા મિયાણા) ખેતરમાં પણ શેઢે શેઢે પ્રકાશભાઈના પિતાજી અને એમના મમ્મીની ઉંમર મુજબ 70+70 = 150 વૃક્ષો વાવવાનું પ્લાનિંગ છે. નીચે જણાવેલ યાદી સિવાયના ફળાઉ, છાયા વાળા,ઔષધિ પ્રકારના અન્ય વૃક્ષો વવાવવાનું આયોજન છે
વૃક્ષો છે તો જ જીવન છે

છોડમાં રણછોડ છે એ મુજબ પ્રકાશભાઈએ જન્મ દિવસે નીચે મુજબના વૃક્ષો વાવી જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી નવો રાહ ચીંધ્યો છે.
ચંદન 2,કરંજ 2,જાંબુડા 2, રાવના,ગુંદા 2, ખાખરા (પલાસ) 2, લીંબુ 2, અર્જુન (સાદલ) 1,બદામ.2 દાડમ.2 આંબલી.2,ખારેક 2,બોરસલી 1,જામફળ 2, શેતૂર 2, સરગવો 2,ઉંબરો 2, જામફળ 2,બીલી 1,જાસૂદ 2, ચંપો 2, કરેણ 2,અરડૂસી 1,

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર