મોરબી શહેરના વસંત પ્લોટમાં એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી ૪૨ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જેની પૂછપરછમાં વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે શહેરના વસંત પ્લોટમાં દરોડો પાડીને અમૃતભાઈ ઉર્ફે અમુ પ્રવિણભાઈ પઢારીયા લુહાર (ઉં.વ. ૩૪, રહે. નાની રાવલ શેરી, મોરબી) ને રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની ૪૭ બોટલો (કિં. રૂ. ૨૪,૪૪૦), મેજીક મોમેન્ટ્સ ગ્રેઇન વોડકા કાચની ૩૬ બોટલો (કિં. રૂ. ૧૪,૪૦૦) અને મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી કાચની ૧૧ બોટલો (કિં. રૂ. ૪૧૨૫) મળી કુલ રૂ. ૪૨,૯૬૫ ની કિંમતની ૯૪ બોટલ સાથે ઝડપી પાડયો છે જ્યારે દારૂના આ વેપલામાં દેવો લાલજીભાઇ પરમાર (રહે. વાવડી રોડ, કબીર આશ્રમ પાસે, મોરબી) નું પણ નામ ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ટંકારા: ચારે વેદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા સ્મૃતિવિશેષ પદ્મશ્રી દયાલમુની આર્યનુ ૯૦ વર્ષની ઉંમરે ગઇકાલ તા. ૧૪-૧૧-૨૦૨૪ ને ગુરુવારના રોજ નિધન થયેલ છે.
દયાલમુની આર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તા. ૧૭-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા ખાતે શાંતિયજ્ઞ તથા...
હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં પોતાના ઘરે પાણીના ટાંકામાં ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા દક્ષિતાબેન મુકેશભાઈ ઉધરેજા (ઉ.વ.૦૩) નામની બાળકી પોતાના ઘરે આવેલ પાણીના ટાંકામાં ડુબી બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ...
મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા વૃદ્ધનું કોઈ બીમારીના કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અમ્રુત્તલાલ બેચરભાઇ ગોપાણી ઉ.વ.૬૫વાળાને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે બીમારી સબબ દાખલ કરતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ...