Monday, September 23, 2024

મોરબીના લાયન્સનગરમાં ગાંજાના જથ્થા સાથે એક પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં રહેતા શખ્સના ઘર માં ગાંજા નો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે તેના ઘરમાં રેડ કરી હતી ત્યા રે5 કિલો 430 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને સુરતનો એક શખ્સ માલ આપી ગયો હોવાની માહિતી સામે આવી છે જેથી પોલીસે તેની સામે પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીમાં ગાંજાનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમ દ્વારા લાયન્સનગર -2 વિસ્તારમાં દરોડો પાડી આરોપી ઇકબાલ ફતેમહમદ મોવર, મુળ રહે. અંજીયાસર ગામ તા.માળીયા(મી) વાળાને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી ગાંજોનો જથ્થો 5 કિલો 430 ગ્રામ કિ.રૂ. 54,300, રીયલમી કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.5000, ગાંજા વેચાણના રૂપીયા 12,500,નવજન કરવા માટે ઉપયોગમાં લેવાતો ડીજીટલ વજન કાંટો કિ.રૂ.500 પ્લાસ્ટીકની ખાલી કોથળી, પ્લાસ્ટિક ડોલ કિ.રૂ 100- મળી કુલ રૂ.72,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.એસઓજીએ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ગાંજાનો આ જથ્થો આરોપીએ સુરત કતારગામના ગુલાબભાઇ નામના શખ્સ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.આ કામગીરી એસઓજી પીઆઇની સૂચના મુજબ પીએસઆઇ પી.જી.પનારા, હેડ કોન્સ્ટેબલ સબળસિંહ સોલંકી, શેખરભાઈ મોરી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા અને અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર