મોરબીના લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા દશ શકુની ઝડપાયા
મોરબી: મોરબીના લાતી પ્લોટ ૧-૨ વચ્ચે રીધ્ધી સિધ્ધી પાન વાળી શેરી વિશાલ સ્ટોર પાછળ ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા દશ શકુનીઓને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના લાતી પ્લોટ ૧-૨ વચ્ચે રીધ્ધી સિધ્ધી પાન વાળી શેરી વિશાલ સ્ટોર પાછળ ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર રહે .મોરબી, ભરતભાઇ તળશીભાઇ સાંદેશા રહે.મોરબી લાતી પ્લોટમાં, અક્ષય મગનભાઇ વિઠ્લાપરા રહે. ડુંગરપુર તા.હળવદ, કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા રહે.જુનાદેવળીયા તા.હળવદ, કાંતીલાલ માવજીભાઇ શેરરીયા રહે.મોરબી, દિનેશભાઇ વલ્લભભાઇ રહે.મોરબી, રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા રહે.બેલા તા.જી.મોરબી, જયેશભાઇ કેશવજીભાઇ કલોલા રહે.મોરબી, રમજાન ગફુરભાઇ માલાણી રહે. મોરબી, કપીલભાઇ ભગવાનજીભાઇ અધારા રહે.મહેન્દ્રનગર ઉગમણા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨,૯૧,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૫ કિં રૂ.૮૧,૦૦૦ તથા વાહન નંગ-૩ કિં રૂ.૩,૩૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૦૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.