Saturday, September 28, 2024

મોરબીના મધુપુર ગામેથી ઈંગ્લીશ દારૂની 149 બોટલો સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને મોરબીના મધુપુર ગામેથી ઈંગ્લીશ દારૂની 149 બોટલો સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા આગામી થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન – જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પોલીસને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મધુપુર ગામેથી એક ઇસમને ઇકો ગાડી નંબર GJ-01-KF-1949 વાળીમાં જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૧૪૯ કિ.રૂ.૬૧,૫૩૦/- મળી કુલ. કિ.રૂ.૧,૬૭,૦૩૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા કુલ બે ઓરપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી રમેશભાઇ પોપટભાઇ વાઘાણી રહે. જસદણ હરીકૃષ્ણ પાર્ક ઓમકાર સ્કુલની પાછળ આટકોટ બાયપાસ તા ભાવનગર ગારીયાધાર જી.ગણેશગઢ તા .રાજકોટ મૂળરહે.જસદણ જી.

પકડવાના બાકી આરોપી ગોપાલ ગોરધનભાઇ કોળી રહે. મધુપુર તા.મોરબી.

પકડાયેલ મુદામાલની વિગત

(૧) ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૫૪ કિ.રૂ.૧૮,૩૬૦/- (૨) શીગ્નેચર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૨૪ કિ.રૂ.૧૯,૬૮૦/-

(૩) બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૧૨ કિ.રૂ.૧૦,૨૦૦/- (૪) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૨૪૦/-

(૫) 8 PM વ્હીસ્કીની ૩૭૫ એમ.એલ. બોટલ નંગ-૪૭ કિ.રૂ.૭,૦૫૦/- (૭) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

(૬) ઇકો કારના નંબર GJ-01-KF-1949 કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર