Tuesday, September 24, 2024

મોરબીના મચ્છુ નદી પર રૂ ૨૫.૨૫ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : આજે મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મોરબી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયેલ સદસ્યો તેમજ રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહીતના અલગ અલગ વિભાગના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાલિકા દ્વારા આગામી પ્રી મોનસુન કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી

તેમજ સદસ્યોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા બાદમાં મોરબીશહેરના ડ્રીમ પ્રોજેક્ટ સમાં ઝુલતા પુલ પાસે મચ્છુ નદીની બન્ને સાઈડ 300x 60 મીટરના એરિયામાં રીવર ફ્રન્ટ બનાવવાનો આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ માટે રૂ 17 કરોડ 62 લાખ 37 હજાર 880 થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે આ ઉપરાંત રીવર ફ્રન્ટની બન્ને સાઈડ દરબાર ગઢ લોકો ચાલી શકે તે માટે રૂ 2.88 કરોડના ખર્ચે પાથ વે બનાવવામાં આવશે આ ઉપરાંત મચ્છુ નદી પર મચ્છુ બારીથી મહાપ્રભુજી બેઠકને જોડતા માર્ગ પર રૂ 86.39 લાખના ખર્ચે કોઝવેનું નિર્માણ કરવામાં આવશે

આ ઉપરાંત નદી પર મયુર બ્રીજ પાસે પાણી સ્થિર રહી શકે તે માટે ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત અહી મ્યુઝીકલ ફાઉન્ટેન બોટિંગ વ્હીકલ સહીત નાના બાળકો મોટા વડીલો યુવાનો તમામ લોકો લાભ લઈ શકે તેવી વિવિધ રાઇડ્સ પણ મુકવામાં આવશ અને તેના માટે રૂ 2.૨૫ કરોડ ફાળવવામ આવશે આ ઉપરાંત આ લોકેશન પર અન્ય નાના મોટા વિકાસ કામ માટે પણ રૂ 20 લાખની જોગવાઈ કરવામાં આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર