મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળી રોડ ઉપર થયેલ રૂપીયા ૨૯, ૦૦, ૦૦૦/- ની લુંટનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી લુંટમા ગયેલ મુદામાલ તથા લુંટ કરતી ગેંગના ૭ ઈસમોને ને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
ગઇ તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે ફરીયાદી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી કે જે પીપળી રોડ ઉપર આવેલ કેલેફેક્શન ટેકનો પ્રા.લી. નામના કારખાનામાં કેશીયર તરીકે નોકરી કરતા હોય અને જેઓ કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને કારખાનાથી પોતાના ઘર તરફ મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમ્યાન અજાણી ફોર વ્હીલ કારે મોટર સાયકલ સાથે ગાડી ભટકાડી ફરીયાદીને પાડી દઇ અજાણ્યા ત્રણ માણસો ફોર વ્હીલમાંથી ઉતરી ફરીયાદીને ઢીકાપાટુનો મુઢ માર મારી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી જઇ ફરીયાદીને સામાન્ય ઇજા કરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ વણશોધાયેલ ગુનો રજીસ્ટર થયેલ હતો.
આ ગુન્હની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા બાબતે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના આપતા પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવા એલ.સી.બી. ૮ પેરોલ ફર્લો સ્કવોડ ૮ ટેકનીકલ ‘ ટીમની અલગ અલગ ટીમો સાથે પ્રયત્નો હાથ ધરેલ.
તપાસ દરમ્યાન બનાવ સ્થળની વિઝીટ કરી પ્રથમ ફરીયાદી જ કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહ કર્મચારી તેમજ જરૂરી શકમંદોની પુછ પરછ કરવામાં આવેલ. ઉંડાણ પૂર્વકની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ માંથી જાણવા મળેલ કે આ કામના ફરીયાદી જે કારખાનામાં કામ કરે છે તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલ હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ હોન્ડા સીટી, કીયા તથા બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને સદરહુ લુંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ દ્વારા કારખાનાથી લઇ મોરબી સુધીના રૂટની રેકી કરેલનું જાણવા મળેલ, તેમજ બનાવના દિવસે ફરીયાદી રોકડ રકમ સાથે ફેકટરીએથી ઘર તરફ જવા નીકળતા આ લુંટના ગુન્હાને અંજામ આપેલ હોય. જે ગુન્હાને અંજામ આપનાર કુલ ૭ ઇસમોને આ ગુનામાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ ત્રણ ફોર વ્હીલ કાર, મોબાઇલ ફોન સાથે હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લુંટનો અન ડીટેકટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડીટેકટ કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
ટંકારા સમય ફિડરમા આવતા રહિશોને છેલ્લા એક વર્ષથી 150 થી વધારે ટ્રીપીંગ/પાવર કટ થયુ છે જેની 11KV- સમય ફિડરમાઅનેક વખત રજૂઆતો કરવા છતાં સોલ્યુશન નહી આવતા રહીશો આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લાવવા મોરબી પીજીવીસીએલના સુપ્રીટેન્ડ ઈજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
ટંકારા સમય ફિડરમા આવતા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ...
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં...