મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીકના ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ નજીક આવેલ સેગા સીરામીક પાસે ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતક અંદાજે 40 વર્ષનો યુવાન હોય જેના જમણા હાથ પર અંગ્રેજીમાં mina લખેલ છે જોકે યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ આદરી છે જેથી અજાણ્યા પુરુષ વિષે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર 02822 242592 તથા તપાસ કરનાર અધિકારી જે પી વસિયાણીનો 83204 22378 પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકા દેણામા ગરકાવ થઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે પાલિકાનો વહીવટ દીનપ્રતી કથળી રહ્યો છે ત્યારે મોરબી પાલિકાનુ લાઈટ બીલ કરોડોનું બાકી છે તેમજ પાણી પૂરવઠા વિભાગનુ પણ ૧૫૦ કરોડનું બીલ બાકી હોવાનું સામે આવતા નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા...
દરેક અધિકારી/કર્મચારી લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરે - જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી
પદાધિકારીઓના પ્રશ્નો અંગે છણાવટ કરી લોકહિતના વિવિધ પ્રશ્નો અંગે સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સબંધિત વિભાગોને તાકીદ કરાઈ
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક...
ચોરી પે સીના ચોરી: કલેકટર કચેરીએ પિસ્તોલનું લાયસન્સ માંગવા ગયેલા પાટીદાર યુવાનો ખોટા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાચા?
મોરબી: મોરબીમાં વ્યાજખોરોનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે જેને આડતરો પોલીસનો સાથ મળી રહ્યા હોવાના આક્ષેપો સાથે મોરબીના 1500 થી વધુ પાટીદાર યુવાનોએ કલેક્ટર કચેરી ગજવી આત્મ રક્ષણ માટે હથિયાર નો પરવાનો આપવાની...