Friday, September 20, 2024

મોરબીના ટંકારમાં વેપારીને ફિલ્મી ઢબે માથામાં ગોળી મારીને હત્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આરોપીઓ એ મિતાણા ગામના વ્યકતિને પણ ખંડણી માટે ફોન કરી ધમકી આપી હતી

 

મોરબીમાં હત્યાનો સિલસિલો યાથવત છે ત્યારે ફિલ્મોને પણ ટક્કર આપે તેવી રીતે હત્યાને અંજામ આપવા કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ કાવતરું એટલું ખતરનાક હતું કે રીઢા ગુનેગારો અને પોલીસ પણ ચકરાવે ચડી જાય તેમ છતાં મોરબી પોલીસની સતર્કતાને કારણે આ હત્યાના આરોપીને પકડવામાં પોલીસ સફળ થઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ટંકારા તાલુકામાં
પાન મસાલાના હોલસેલ વેપારીને તારીખ 6-4 ને બુધવારના બપોરે 4 વાગ્યાની આસપાસના સમયે માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી પરંતુ પરિવારજનોને થયું કે હૃદયરોગનો હુમલો આવાને કારણે માથું ટેબલ સાથે અથડાતા મોત થયું છે જેથી પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હુમલો આવ્યો હોવાથી મોત થયાની આશઁકાથી બોડીને પોસમોટમ કર્યા વિનાજ બોડીને પાછી લયાવમાં આવી હતી અને પરિવારજનો દ્વારા તેની અંતિમક્રિયા કરી અગ્નિસંસ્કાર કરાવામાં આવ્યા હતા અને પરિવાર પોતાનું રોજીંદુ જીવન જીવવા લાગ્યા હતા તમેને સપને પણ શંકા નહતી કે તેના સ્વજનની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે ત્યારે બે દિવસ પછી મૃતકના દીકરા હરેશને ફોન આવે છે દસલાખ રૂપિયા આપીજા નહીંતર તારી પણ તારા બાપ સવજીભાઈની જેમ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવશે તેવા ધમકી ભર્યા ફોન કરવામાં આવતા તે પણ ડરીને તેના પરિવારને આ બનાવ બાબતે જાણ કરતા સમગ્ર મામલો ખાનગી રાહે પોલીસ સમક્ષ પહોંચ્યો હતો અને પોલીસે પણ આ બનાવમાં ગંભીરતા દાખવી આ મામલે ખાનગી રહે તાપસ શરુ કરાવામાં આવી હતી તે દરમિયાન પોલીસની યોજના મુજબ આરોપીને રૂપિયા લેવા આવાનું કહેવામાં આવ્યું હતું અને બે આરોપી રૂપિયા ભરેલો થેલો ટંકારાના સર્કિટ હાઉસના પાછળના ભાગેથી દીવાલ કૂદીને આવ્યા હતા પોલીસ પણ પોતાના પ્લાનિંગ મુજબ સર્કિટ હાઉસમાં છુપાઈને બેસી હતી તે દરમિયાન આરોપીઓ થેલો લઈને ભાગતા સમયે તેની નજર છુપાયેલી પોલીસ પર પડતા ત્યાંથી રૂપિયા ભરેલો થેલો મૂકીને જ ભાગ્યા હતા પરંતુ રાતના અંધારાને કારણે પોલીસ તેને પકડવામાં થાપ ખાઈ ગઈ હતી અને આરોપી નાસી છૂટવામાં સફળ થયા હતા પરંતુ પોલીસ પણ ખુબ સક્રિય હતી જેના કારણે પોલીસે એક હર્ષિત ઢેઢી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો જેથી પોલીસે આરોપીની આકરી સરભરા કરતા તમામ વટાણા વેરી નાખ્યા હતા અને ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર