મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ નવજીવન બક્ષ્યું હતું.
મોરબીના જીકીયારી ગામે જુના દરવાજામાં રાત્રે ૧૧ કલાકે એક બિલાડીનું મોઢું ફસાઈ ગયું હતું. જે અંગેની જાણ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોને થતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. બિલાડી કલાકો સુધી ફસાઈ જવાના કારણે ગળાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. જેથી ગ્રુપના સભ્યોએ ધ્યાન પૂર્વક બિલાડીને દરવાજાની જાળમાંથી બહાર કાઢી મુક્ત કરી હતી. ત્યારે મોરબીમાં ક્યાંય પણ પશુ-પક્ષીઓ ફસાયા હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.7574885747 પર સંર્પક કરવા ગ્રુપના સભ્યોએ અનુરોધ કર્યો છે.
ટંકારા તાલુકાના લજાઇ ગામેથી રાત્રીના સમયે રીક્ષા ચોરી કરનાર બે ઇસમોને સી.એન.રીક્ષા કી.રૂ. ૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ટંકારા પોલીસને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારાના લજાઈ ગામેથી ચોરીમાં ગયેલ સી.એન.જી. રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી કોઇ...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ , ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે, ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ...
મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦...