મોરબીના જેપુર ગામે સોનાના દાગીના તથા રોકડ સહિત 2.58 લાખની ચોરી
મોરબી: મોરબીના જેપુર ગામની સીમમાં આવેલ દાદા ભગવાન ત્રિમંદિરે મહિલાએ પોતાની બેગમાં સોનાના દાગીના રાખેલ જે સોનાના દાગીના તથા પર્સમાં રહેલ રોકડ રકમ સહિત ૨,૫૮,૦૦૦ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ તેજલબેન અમીતભાઈ વેલાણી (ઉ.વ.૪૨) રહે. ” ધિરજધમ” વિધ્યુતનગર શેરી નં -૬ ગરબી ચોક ૬૦ ફુટ રોડ વેરાવળ જી. ગીર સોમનાથ વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબીના જેપુર ગામની સીમમાં આવેલ દાદા ભગવાન ત્રિમંદિરવાળી જગ્યાએ ફરીયાદીએ પોતાના બેગમા સોનાના દાગીના રાખેલ હોય જે પૈકી એક જોડી સોનાની બુટ્ટી આશરે એક તોલાની તથા બે નંગ સોનાના પાટલા આશરે ૪ તોલા જેની કિ.રૂ. આશરે ૨,૫૫,૦૦૦/- ગણી શકાય તથા પર્સમાં રહેલ રોકડ રૂ.૩૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨,૫૮,૦૦૦/- ની કોઇ અજણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હવાની ભોગ બનનાર તેજલબેને આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.