Sunday, September 22, 2024

મોરબીના ઘૂંટુ ગામે આરોગ્ય માટે ખતરારૂપ પેપરમીલો સામે કાર્યવાહી કરવા માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોંરબી: મોરબીના ઘુટું ગામે પેપરમિલનું પ્રદુષણ લોકોના આરોગ્ય માટે ખતરારૂપ હોવાની ગામના જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ સાથે રજુઆત કરી છે. સાથે-સાથે પ્રદુષણ ફેલાવનાર પેપર મિલો સામે કડક કાર્યવાહી કરવામાં કરવા માંગ કરી છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં કેટલાય સમયથી પેપરમીલો ચાલુ છે અને પેપર મિલમાંથી એર પોલ્યુશન ફેલાવવામાં આવે છે. આ આ ફેક્ટરીમાંથી નીકળતું હવાનું પ્રદુષણથી ભવિષ્યમાં ગામલોકોને દમ, અસ્થમા અને ફેફસાની ગંભીર બીમારી થવાની ભીતિ છે.આ બાબતે અગાઉ ગ્રામજનોએ રજુઆત કરતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ બે મહીના પહેલા એક પેપરમીલના માલીકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી અને પેપરમીલ ધારકોને ખુલાસો આપવા સુચના આપી હતી જોકે આ નોટિસ આપ્યા બાદ આગળ કાર્યવાહી થઈ કે કેમ તે અંગે કોઈ ફોલોઅપ લેવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો જેથી આ બાબતે ફરીવાર ગામના જાગૃત નાગરીક રજનીભાઈ કૈલાએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજુઆત કરી પેપરમિલ માલિકો દ્વારા ગામના તળાવ આસપાસ કચરો ફેંકવામાં આવતો હોય અને પેપરમિલમાંથી આવતી તિવ્ર દુર્ગંધ ગ્રામજનોના આરોગ્ય માટે જોખમકારક હોવાથી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેમજ આ ગંભીર રજુઆત સ્થાનિક તંત્રથી માંડીને રાજ્ય અને કેન્દ્રના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ મુખ્યમંત્રી, રાજ્યના મુખ્ય સચિવ સહિતનાને રજુઆત કરી યોગ્ય પગલાં ન લેવાય તો આ મામલે હાઇકોર્ટેના દરવાજા ખટખટાવાની ચીમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર