મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામે દેવજીભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી જતા સગીરવયની બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ સાહિદાબેન હરેશભાઇ માનકરભાઇ પસાયા ઉ.વ.૧૫ રહે- ગાળા ગામ દેવજીભાઇ પટેલની વાડીમા તા.જી.મોરબી વાળી ગત તા. ૨૦-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
