મોરબી માળિયા હાઈવે પર આઈસર ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક રહેત મહેશભાઈ રામજીભાઈ ગોહિલ (ઉ.૨૦) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આઈસર ટ્રક જીજે ૦૨ ઝેડ ૬૯૯૮ એ પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને ટીંબડી પાટિયા પાસે રાજ હોટલ અસમે ફરિયાદી મહેશભાઈના પિતા રામજીભાઈ અખાભાઈ ગોહિલ (ઉ.૫૬) ને મોટર સાઈકલ આઈ સ્માર્ટ જીજે ૦૩ એફઆર ૭૬૫૬ સાથે હડફેટે લેતા ફંગોળી દેતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોચતા રામજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું તો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
50 કિલોની બેગ પર 250 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો
મોરબી: રાજ્યમાં ખેડૂતોને જોરદાર ફટકો લાગ્યો છે. કેમ કે ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો છે જેમાં રૂપિયા 250 નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે હેરાન થવાનો વારો આવશે.
એક તરફ ખેડૂતોને પુરતુ ખાતર મળી નથી રહ્યું અને એક થેલી ખાતર...
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા...
પાકું ઘર બનાવવા ૧.૨૦ લાખની સહાય; યોગ્ય માપદંડ ધરાવતા પરિવારોને યોજનાનો લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ
કાચા મકાનોમાં રહેતા અને ઘરવિહોણા પરીવારોને ગ્રામીણ વિસ્તારોમાં પાકું મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી છે. ત્યારે આ યોજનાથી વંચિત પરિવારોને આ યોજનાનો લાભ આપવા માટે સરકાર દ્વારા...