Saturday, September 21, 2024

માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ ૧૮/૦૪/૨૦૨૨ થી તા. ૨૨/૦૪/૨૦૨૨ દરમ્યાન
દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળા ની આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબીજિલ્લામાં માન
કલેક્ટર સાહેબશ્રીના વડપણ હેઠળ અને માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન
થકી જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મોરબી દ્વારા માળીયા તાલુકામાં તાલુકા કક્ષાએ આરોગ્ય સેવા યોજવા માટેનું આયોજન કરેલ છે જેમા
તા.૨૧/૦૪/૨૦૨૨ના રોજ માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે આરોગ્ય મેળો યોજાનાર છે. જેથી આ મેળામાં વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લેવા માળીયા તાલુકા વહીવટી તંત્ર વતી મામલતદાર સાહેબ શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી માળીયા,તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ મેડિકલ ઓફિસર શ્રી પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા માળીયા તાલુકાના લોકોને નમ્ર અપીલ કરવામાં આવેલ છે.

આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈડી કાર્ડ , PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે જેના માટે લાભાર્થીનું આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો, ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહી જેવા ડોક્યુમેન્ટ સાથે જે વ્યકિત નું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે. જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું
નિદાન લેબોરેટરી સેવાઓ મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી
પાડવામાંઆવશે,નિરામયગુજરાત અંતર્ગત ડાયાબીટીસ,બીપી, કેન્સર,માનસિક રોગોનું નિદાન ચેપી રોગો અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહીતી પૂરી પાડવામાં આવશે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે. પ્રજનન અને બાળ આરોગ્ય કુટુંબ કલ્યાણ શાળા આરોગ્ય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ ટી.બી મુક્ત ભારત વિગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.તમાકુ આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા
નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર