Friday, November 15, 2024

માળીયામાં આધેડને ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ: એકની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા: માળિયા મી તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) ગામે પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ધાકધમકીથી રૂપિયા કઢવવા પ્રયત્ન કરતા બે વ્યાજખોરો વિરુદ્ધ આધેડે માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે એકની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) ગામે રહેતા ભુપતભાઈ ભગવાનજીભાઈ દશાડીયા (ઉ.વ.૪૬) એ આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ રહે. નાગડાવાસ તથા દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે. મોરબી વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી આશરે દોઢેક વર્ષ પેહલા તથા ચારેક મહિના પહેલા આરોપી અમુભાઈએ રૂ.૨૫૦૦૦૦/- માસીક પાંચ ટકા લેખે તથા આરોપી દેવીસિંહએ રૂ.૧૫૦૦૦૦/- માસીક પાંચ ટકા લેખે નાણા ધિરધાર લાયસન્સ વગર ફરીયાદીને નાણા ધિરી ફરિયાદી પાસેથી આરોપી અમુભાઈએ સહીઓ વાળા બે કોરા ચેક તથા આરોપી દેવીસિંહએ ફરીયાદીની માલીકીનુ ટ્રેક્ટર બળજબરીથી લઇ ફરીયાદી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો તથા ધાક ધમકી આપતા હોવાની ભોગ બનનાર ભુપતભાઈ એ આરોપીઓ વિરુદ્ધ માળીયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરી હતી તથા આરોપી દેવીસિંહને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ -૩૮૪, ૪૦૩, ૫૦૪તથા ગુજરાત નાણાધીરધાર અધિનિયમ-૨૦૧૧ કલમ-૪૦,૪૨(ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર