માળીયા તાલુકાના સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે છકડો રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં બેઠેલા છ મુસાફરોને ઈજા પહોંચી હતી જયારે એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવમાં છકડો રિક્ષાને ઠોકર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
માળીયા મીંયાણા જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે એક છકડો રીક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકર મારી હતી અને અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં છકડો રિક્ષામાં સવાર રહીમ ઈબ્રાહિમભાઈ (ઉ.વ.26), શહેનાજબેન ઈબ્રાહિમભાઈ (ઉ.વ.18), શબીરભાઈ જાફરભાઈ (ઉ.વ.30), શાદીક બાવશોભાઈ (ઉ.વ.25), હરજીભાઈ દેશાભાઈ (ઉ.વ.40) અને અકબરભાઈ હનીફભાઈ (ઉ.વ.32) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે ઉમરશા પલીનશા નામના 70 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું.
આ બનાવની જાણ થતા પોલીસ ટીમ અને મોરબી 108 ની સીવીલ હોસ્પિટલ લોકેશનના પાઈલોટ સતીશભાઈ દવે, ઈએમટી અજયભાઈ બારિયા, માર્કેટિંગ યાર્ડ લોકેશનના પાઈલોટ રાહુલ નિનામાં, ઈએમટી ઈકબાલ ચુડેસરા, લાલબાગ લોકેશનના પાઈલોટ અલ્પેશભાઈ રામ અને ઈએમટી મનીષ આહીર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોરબીના લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે રીષભનગરમા રહેતા ગીરીરાજસિંહ લખુભા ઝાલા (ઉ.વ.૩૮) નામનો યુવક લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય...