Wednesday, September 25, 2024

માળિયાના સામાજિક કાર્યકર દ્વારા વિવિધ માંગોને લઈને આમરાંત ઉપવાસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બસ સ્ટેન્ડ,મામલતદાર કચેરીનું નવ નિર્માણ ,એટીમ સુવિધા પુરીપાડવા,માળીયા – મિયાણા શહેરને સરકારી હાઈસ્કૂલ આપવા જેવી 16 માંગણી ની તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં પરિણામ ન આવતા આમરાંત ઉપવાસ

મોરબી : માળિયાના સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈએ આજ થી માળીયા તાલુકાને વિકસિત બનાવવા માટે તંત્ર સામે જંગ છેડી છે અને જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ ન કરાઇ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.

માળીયાની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક સહિતની ખાલી જગ્યા ભરવા, હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં હોય રીનોવેશન કરવા, માળિયામાં ફરીથી એસએસસી બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવા, માળીયામાં સ્ટેટ હાઇવેને જોડતા માર્ગો બિસ્માર હોય,માળીયામાં બસ સ્ટેન્ડ, તાલુકા વિકાસ અધિકારી કચેરી, પશુ દવાખાનું, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખરાબ માર્ગોની હાલત સુધારવા, રેલવે જંકશન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા, આંગણવાડી બંધ હાલતમાં હોય કરવા સહિતના અનેક પ્રશ્ને સામાજિક કાર્યકર દ્વારા આજે મામલતદાર કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર