મગનભાઇ વડાવિયા ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડીરેક્ટર પદે સતત બીજી ટર્મમાં બિનહરીફ ચૂંટાયા
મોરબી : મગનભાઇ વડાવિયા આજે ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ) બોર્ડ ઓફ ડીરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે.
ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડીરેક્ટરની તાજેતરમા જાહેર થયેલ ૨૦૨૨ની ચુંટણીમા આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોરબી મતદાર મંડળની બેઠક પર સહકારી નેતા મગનભાઈ વડાવિયા સતત બીજી વખત
બિનહરીફ ચુંટાયા છે.
હાલ મગનભાઇ વડાવિયા ગુજકોમાસોલમા બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે બિનહરીફ થતા સમગ્ર મોટબી જીલ્લા સહકારી પરીવાર દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.