મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર અને હાલ બોટાદ જિલ્લા ના પ્રભારી તરીકે ની જવાબદારી સંભાળતા મંજુલાબેન દેત્રોજાએ એક નવી પહેલ કરી સમાજ માં સમરસતા બની રહે તેવાં ઉમદા હેતુથી આજે અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનો ને પોતાના ઘેર આમંત્રિત કરી સહપરિવાર સાથે ભોજન કરાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દરેક સમાજના લોકો સાથે સમરસતા વધે અને લોકો એકબીજાની નજીક આવે તે માટે અનેક કાર્યક્રમો કર્યા હતા અને હજુ પણ આવા કાર્ય થકી સામાજિક સમરસતા જાળવવાની કામગીરી કરી રહ્યા છે.
આ રીતે મંજુલાબેન દેત્રોજા એ સમાજ માં સામાજિક સમરસતા બની રહે તેવાં ઉમદા હેતુથી પોતાના ઘરે અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનોને ખુબજ પ્રેમ ભાવથી જમાડ્યા હતા.આ તકે બહેનોએ સાથે મળીને રસોઈ બનાવી અને સમૂહમાં ભોજન કર્યું હતું.
ભોજન બાદ ભાઈઓને શાલ ઓઢાડી હતી બહેનોને સાડી આપી તથા બાળકોને રમકડા આપી સન્માન કર્યું હતું.આ ઉપરાંત ચાર રાજ્યોમાં ભાજપને બહુમતિ મળતા સૌને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ પણ મનાવાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા મહામંત્રી જયુભા, પ્રભુભાઈ ભૂત, હંસાબેન રંગપરીયા, ભાવિનીબેન ડાભી વગેરે હાજર રહ્યા હતા.
