રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે અને હેક કરનાર હેકરોએ પેજનું નામ બદલીને “NFT Blockchain” નામ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે
સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે હેકરોએ પેજનું નામ બદલી નાખ્યું છે અને “NFT Blockchain” કર્યું છે અને ક્રીપ્ટો કરન્સીની પોસ્ટ પેજમાં જોવા મળે છે જે મામલે સાંસદ મોહનભાઈ કુંડારિયાનો સંપર્ક કરતા તેઓએ ફેસબુક પેજ હેક થયાનો સ્વીકાર કર્યો હતો
હળવદમા વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ હળવદ પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી/ મારામારી/ દારૂ વેચાણ/ લૂંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ આરોપી-૧૦ ના ગેરકાયદેસર દુકાન/ મકાન/ હોટેલ ડિમોલેશન...
વાંકાનેર શહેરમાં આધેડ LIC અને પોસ્ટ શાખાના એજન્ટ હોય અને આધેડ પોતાના ગ્રાહકોના પ્રિમીયમ રકમ તથા સાહેદોના પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક ભરેલ બેગ લઈને વાંકાનેર ગયેલ ત્યાં કોઈ અજાણ્યો ચોર ઈસમ બેગ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપપરા...