Saturday, September 21, 2024

બોડકી ગામને પીવાનુ પાણી ન મળતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના આમરણ પંથકમાં આવેલ બોડકી ગામે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનો ની હાલત કફોડી બની છે પીવા નુ પાણી મેળવવા માટે લોકો એ પાંચ કિલોમીટર દૂર જવું પડે છે ત્યારે માંડ માંડ એકાદ બે બેડા પીવાના પાણી નાં હાથ લાગે છે


ચુંટણી સમયે સબકા સાથ સબકા વિકાસ ની વાતો કરનાર નેતાઓ હાલ આ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નો ઉકેલ લાવવા નિષ્ફળ રહ્યાં છે ગ્રામજનો દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયા રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને રૂબરૂ રજૂઆત કરી હતી જે અંગે નિરીક્ષણ કરેલ હોય છતાં પીવાના પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી મુખ્ય કારણ એ છે કે પીપળીયા સંપ માંથી જે પાણીની લાઈન આવી રહી છે તેમાં સાત કરતાં વધુ ગામ ના કનેક્શન આપેલા હોય છેવાડાના બોડકી ગામ સુધી પીવાનું પાણી પહોંચતું નથી ગ્રામજનોની રજૂઆત બાદ હજનારી સંપ માં પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી હતી

પરંતુ આમરણ ચોવીસી ના 14 ગામોએ વિરોધ કરતાં બોળકી ગામ નું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોય હાલ બોળકી ગામ ને પીવાનું પાણી મળતું ન હોય ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર રાજપર , દહીસરા ગામ ખાતેથી પીવાનું પાણી ભરવા મજબુર બન્યા છે તળાવનું પાણી દુર્ગંધ મારતું હોય પીવા લાયક ન હોય અને નજીકના વિસ્તારમાં દરિયો હોય બોરનું પાણી પણ ખારું નીકળતા પીવાના પાણી તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી નાછૂટકે ગ્રામજનો એ પૈસા ખર્ચીને પીવાના પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો સુખદ અંત આવે તેવું તંત્ર પાસે ગામલોકો ઇચ્છી રહ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર