બેલા ગામથી ઢોલ નગારા સાથે ખોખરા હનુમાન સુધી પોથી શોભાયાત્રા નીકળી હતી
મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આજથી તા.8 ને શુક્રવાર થી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા કંકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરૂ થનાર છે.જેમાં આજે પોથી શોભયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું જે બેલા ગામથી સવારે 8 કલાકે થી ભવ્ય પોથી શોભાયાત્રા ખોખરા હનુમાનજી સુધી યોજાય હતી.આ પોથીની શોભાયાત્રા 3 હાથી,51 ઘોડા,8 બગી,અને મહારાષ્ટ્રના ખાસ ઢોલ નગારાના સાથે નીકળી હતી.
અને આ પોથી રામકથાનાં યજમાન દ્વારા ઉપાડવામાં આવી હતી જેમાં માતાજી કંકેશ્વરી,ભારત સાધુ સંતોના અધ્યક્ષ મુકતાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ (જૂનાગઢ તળેટી) આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા સાથે સાથે હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ત્યાર બાદ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોળાવાળી રેલ્વે ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોળાવાળી રેલ્વે ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો સુનીલભાઇ કેશુભાઇ...
મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં આધેડે મકાન ખરીદવા માટે વ્યાજખોરો પાસે વ્યાજે રૂપિયા લિધેલ હોય જે રૂપિયા મુડી તથા વ્યાજના રૂપિયા આપી દીધા હોવા છતાં આરોપીઓએ વધું રૂપિયાની માગણી કરી ફોન પર માર મારવાની...
મોરબી વાંકાનેર હાઈવે પર યુવક પોતાની સિએનજી રીક્ષા લઈને જતો હતો ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે ઓવરટેક કરી રીક્ષા ઉભી રખાવી યુવકને ધોકા વડે મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિપુલનગર સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ.૧૯) એ આરોપી રીક્ષા નંબર -જીજે-૩૬-યુ-૯૨૪૪...