મોરબી : વિધાથી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા દિવસ પહેલા પેપરલીક કૌભાંડ બહાર લાવતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને અનેક પરીક્ષાઓં રદ્ કરવાની ફરજ પડી હતી બાદ માં ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ ની ધરપકડ કરવામાં આવી હતી.જેના વિરોધમાં મોરબીમાં આજરોજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસ દ્વારા 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આજ રોજ મોરબી જિલ્લા N.S.U.I તથા યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ પર થતા દમન તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.તેનો વિરોધમાં મોરબી નેહરુ ગેઈટ ચોકમાં જાહેર વિરોધ કરવામાં આવ્યો હતો.તે દરમ્યાન આ તાનાશાહી સરકારના ઇશારે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ આગેવાનની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
મચ્છુ-૩નું પાણી મનુષ્ય પશુ અને પંખીના સ્વાસ્થય માટે જોખમી
ચક્રવાત ન્યૂઝ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા વિડિયો સાથે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ગોર ખીજડીયા ગામ પાસે આવેલી ધુતરી નદી જેનું પાણી મચ્છુ ડેમમાં જતું હોઈ છે ત્યાં બફર પડતો હોય એવા દ્રશ્યોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.
ધુતારી નદીના બરફ અને...
માળીયા મીયાણા તાલુકાની સીમમાં ગુલાબડી વિસ્તારમાં ભાવનાશાપીરની દરગાહ સામે બાવળની કાંટમાથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાની સીમમાં ગુલાબડી વિસ્તારમાં ભાવનાશાપીરની દરગાહ સામે બાવળની કાંટમા આરોપી અજમેરભાઈ જાકીરભાઈ આલમ (ઉ.વ.૨૮)...