પૂર્વ કેન્દ્રીય પ્રધાન બુટા સિંહનું નિધન થયું. તેમણે આજે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. બુટા સિંહ શીખ સમુદાયના અગ્રણી નેતા હતા. તેઓ કેન્દ્રમાં મંત્રી પણ હતા. આ સિવાય બુટા સિંહ બિહારના રાજ્યપાલ પણ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
86 વર્ષીય બુટા સિંહનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બુટા સિંહ લાંબા સમયથી બીમાર હતા. આઠ વખતના સાંસદ બુટા સિંહે લાંબુ રાજકીય જીવન પસાર કર્યું હતું. વર્ષ 1934 માં જલંધર જિલ્લામાં જન્મેલા બૂટા સિંહ રાષ્ટ્રીય રાજકારણનો મોટો ચહેરો હતો. તેમનો જન્મ જલંધરમાં 1934 માં થયો હતો.
બૂટા સિંહ ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમણે કોંગ્રેસ છોડી દીધી. કેન્દ્રીય ગૃહ પ્રધાન, કૃષિ પ્રધાન, રેલ્વે મંત્રી, રમત મંત્રી અને બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે સરદાર બુટા સિંહે રાષ્ટ્રીય રાજકારણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુટા સિંહના મોત પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ અનુભવી નેતા અને કુશળ વહીવટકર્તા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેમણે સમાજમાં ગરીબ અને પછાત લોકો માટે અવાજ ઉઠાવ્યો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ બુટા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું હતું કે સરદાર બૂટા સિંહના મોતથી દેશે એક સાચો લોકસેવક અને વફાદાર નેતા ગુમાવ્યા છે. તેમણે પોતાનું આખું જીવન દેશની સેવા અને લોકોના કલ્યાણ માટે સમર્પિત કર્યું, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમય દરમિયાન તેના પરિવારના સભ્યો પ્રત્યેની મારી સંવેદના.