Saturday, September 21, 2024

પીએમ મોદી રામકથા માં વર્ચ્યુઅલ જોડાઈ ૧૦૮ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પીએમ પોતાના સંબોધનમાં જુની વાતો વાગોળી ભાવુક થયા

વર્ચ્યુઅલ હામોરબી ખોખરાધામ ખાતે ચાલતી રામ કથા નાં આજે અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ હાજરી આપી હતી અને ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઊંચી 108 ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કર્યું હતું અને આ પ્રસંગે દેશવાસીઓને હનુમાન જયંતિ ની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોરબીના સંત કેશવાનંદ બાપુની સંતોની ભૂમિને વંદન કરી જૂની યાદો વાગોળી હતી અને ભૂકંપ સહિતના મોરબીમાં આવેલા સંકટ સમયે તેઓએ ખોખરા હનુમાન મંદિરમાં કેશવાનંદ બાપુ સાથે આવી અહીંથી તેઓ સેવા આપતા હતા સેવા કરવાની પ્રેરણા તેમને કેશવાનંદ બાપુ પાસેથી મળી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું તેમજ સંતોની ભૂમિ અને મોરબીવાસીઓ ની ખુમારીને વખાણી હતી મોરબીમાં હનુમાન જયંતીના અવસરે ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમા લોકાપર્ણ અંગે હનુમાનજીના ગુણગાન ગાયા હતા તેમજ હનુમાનજી શક્તિનું પ્રતિક છે છતાં પોતાને સેવક માને છે તેમ પણ જણાવ્યું હતું તેઓએ માતા સીતાને શોધવાથી લઈને લંકાથી પરત લાવી ભગવાન શ્રી રામની સેવા કરી હતી છતાં તે બધું ભગવાન શ્રી રામની ઈચ્છાથી થયાનું જણાવ્યું હતું અને તેઓ જે કાઈ કરે છે તે ભગવાનની મરજીથી થતું હોવાનું જણાવ્યું હતું રામ ભગવાન સૌને સાથે લઈને ચાલવાનું શીખવે છે જે મંત્ર મુજબ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર ચાલતી હોવાનું જણાવ્યું હતું
પીએમ મોદીએ મોરબીના અનુભવો વધુ કામ આવ્યા હોવાની યાદો પણ વાગોળી હતી મોરબી એક ઓદ્યોગિક કેન્દ્ર છે તેમજ મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છ મળીને જાપાન સમાન ઓદ્યોગિક કેન્દ્ર બની રહે છે તેમ ધાર્મિક સંબોધન ઉપરાંત અંતમાં તેઓએ નાગરિકોને લોકલ પ્રોડક્ટ પર ભાર મુકવા પણ જણાવ્યું હતું લોકલ ફોર વોકલ મંત્રને નાગરિકો સાર્થક કરી સકે છે અને સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મુક્યો હતો


સમગ્ર દેશમાં ચાર હનુમાન ધામ પૈકી એક મોરબીમાં બનાવ્યો
હરીશ ચંદ્ર નંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના ચાર ખૂણે ભગવાન હનુમાનના ૪ ધામ સ્થાપવાનું કાર્ય હાથ પર લીધું છે જેમાં ૨૦૦૮ માં ઉદ્યોગપતિ નીખીલ નંદા દ્વારા પ્રોજેક્ટ શરુ કર્યા બાદ ૨૦૧૦ માં સીમલાના જાખું મંદિર ખાતે પ્રથમ હનુમાન ધામ બનાવ્યા બાદ બીજું હનુમાન ધામ મોરબીના ખોખરા હનુમાન મંદિરે બનાવ્યું છે જેમાં ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે જે અંગે નંદાએ જણાવ્યું “એક આશીર્વાદ છે કે અમે આ પ્રોજેક્ટને સમયની અંદર પૂર્ણ કરવામાં સફળ થયા. આ તમામ ભારતના નાગરિકો માટે એક શુભ પ્રસંગ છે. છેલ્લું વર્ષ આપણા બધા માટે થોડું મુશ્કેલ હતું પરંતુ આગળ મોટી ગતિ રાહ જોઈ રહી હતી. મને ખાતરી છે કે આ આ પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં ભારતની સંસ્કૃતિ અને પર્યટનને ગૌરવ અપાવશે.”
સાંસદ વિનોદ ચાવડાએ પવિત્ર યાત્રાધામ ગણાવ્યું
સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમને જણાવ્યું હતું કે કેશવાનંદ બાપુની ચૈતન્ય અને પવિત્ર ભૂમિ પર રામકથાનું આયોજન કરાયું છે જેનો લાભ લેવાનો અવસર મળ્યો હે અહી ગાયોની સેવા થાય છે, સંસ્કૃત પાઠશાળા ચાલે છે અને પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવી હતી જે અવસર એતિહાસિક બની રહ્યો છે ધર્મ રક્ષણ અને સમજ રક્ષણ તેમજ સમાજની સેવા માટે માં કનકેશ્વરીદેવીજીનું માર્ગદર્શન સતત મળતું રહે છે જે તેમનું સદભાગ્ય હોવાનું પણ જણાવ્યું હતું
કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા
રામકથાના પુર્ણાહુતી અને ૧૦૮ ફૂટ ઉંચી હનુમાનજી પ્રતિમા અનાવરણ નિમિતે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમાનું પીએમ મોદીએ અનાવરણ કર્યું તે પ્રસંગ એતિહાસિક છે અને તેઓ આ અવસરના સાક્ષી બન્યા તે સૌભાગ્ય હોવાનું જણાવ્યું હતું તેઓ મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી સાથે વર્ષોથી જોડાયેલા છે જોકે મોરબી પ્રથમ વખત આવવાનું બન્યું છે ભગવાન રામની પરંપરા છે તે ભારતની પરંપરા છે ભારત સમગ્ર દુનિયાને શાંતિનો સંદેશ આપે હે તે પરંપરા મુજબ ભાજપ કાર્ય કરતુ હોવાનું જણાવ્યું હતું ભાજપ માટે પ્રથમ દેશ, બાદમાં પાર્ટી અને છેલ્લે વ્યક્તિ આવે હે તેમ જણાવ્યું હતું
જે અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનોદ ચાવડા, સાંસદ મોહન કુંડારિયા, મંત્રી બ્રિજેશ મેરજા, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર