Friday, September 20, 2024

પડકારો નો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જયપુર(રાજસ્થાન) માં તા.27 માર્ચ ના RAC CLUB માં દિવ્યાંગ જનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભા શાળી દિવ્યાંગો માટે એવોર્ડ નો કાર્યક્રમ હતો. મોરબી થી મનોદિવ્યાંગ “જય ઓરિયા” ઉપસ્થિત રહેલ જે બદલ તેમનું સન્માન થયેલ , રાષ્ટ્રીય કાર્યકારી ણી સમિતિ માં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગ જનો ને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબી ના મનો દિવ્યાંગ ને સ્થાન આપવામાં આવ્યું છે.

જય ઓરિયા ને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવાર ને ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે.

મોરબી માં જન્મેલ જય ઓરિયા ને જન્મ સમયે 90%Down Syndrome (મંદબુદ્ધિ) સ્થિતી હતી પરંતુ માનવતાવાદી ડોકટરો ની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમ થી સમયસર નું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિક શક્તિ ઓ વડે સાચી કેળવણી થવા પામેલ છે.

દિવ્યાંગ બાળક ને પણ શરૂઆત નાં તબક્કા થીજ એક્ટિવિટી કરાવવામાં આવે તો અનુભવોથી ઘણું બધું શીખે છે.પરિવાર નો સકારાત્મક અભિગમ હોય અને સાચી સમજ કેળવી બાળક ની ક્ષમતા મુજબ મથામણ કરાવવામાં આવે તો દરેક બાળક ભગવાન નું સર્જન છે.તેમાં કોઈ ખામી હોઈ શકે નહીં

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર