મોરબીના નવા બસ સ્ટેશન બહાર આવેલ પાર્કિંગ પોઇન્ટમાં પાર્ક કરેલ કાળા રંગની સેન્ટ્રો કારમાં આગ લાગતા નાસભાગ મચી,બાજુમાં ઉભેલી બીજી કાર પણ ઝપટમાં આવી જોકે તેમાં કોઈ નુકશાન થયું ન હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડ નજીક પાર્કિંગમાં પડેલી કાર નજીક જ કોઈએ કચરો સળગાવતા ધીમે ધીમે આગ કાર સુધી પહોંચી હતી અને કારમાં જોરદાર આગ લાગી હતી. આ ઉપરાંત બાજુમાં પડેલ અન્ય કેશ વાહનમાં પણ આગની જ્વાળા પહોંચી જતા કેસ વાહનના ટાયર પણ સળગી ગયા હતા.
