મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સોશિયલ મિડીયા સેલ ના જિલ્લા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા તેમજ જય વડવાળા ગૃપ
મોરબી : લાલપર ગામના રબારી સમાજ તથા પટેલ સમાજ દ્વારા ચાલતું જય વડવાળા ગૃપ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પદયાત્રીઓને સવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં પદયાત્રીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
લાલપર ગામ રબારી સમાજ તથા પટેલ સમાજ દ્વારા ચાલતું જય વડવાળા ગૃપ તથા આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા દ્વારા દ્વારકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પદયાત્રીઓને સવારના નાસ્તામાં ગાંઠીયા,જલેબી,મરચાં અને ચાનો નાસ્તો આપવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.આ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી દર વર્ષે સેવા આપવા માટે આવે છે અને અનેક ભકતો લાભ પણ લે છે.
