Monday, September 23, 2024

દીવાળીના દિવસે મોરબી શહેરમાં નવોદય વિદ્યાલયનાં ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં જીવનજરૂરીયાત વસ્તુઓની 135 કિટ વિતરણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી, જેમાં 35 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરમાં કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમમાં તેમજ શ્રી મા. બા. વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરિયાત વસ્તુઓની 135 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં સાબુ, બોડી લોશન, કપડાં ધોવાનો સાબુ અને પાઉડર, બામ, વિક્સ, મચ્છર અગરબત્તી ચપલ અને મોજા સાથે ફળો , અનાજ અને ખીચડી સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા. સાથે વડીલો અને બાળકો સાથે નાસ્તો અને ફટાકડા ફોડીને દિવસ પસાર કર્યો હતો.

 

વધુમાં નોંધવું રહ્યું કે AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી કાર્યક્રમ અત્યાર સુધી ગુજરાત ના 18 શહેરોમાં કરવામાં આવી ચુક્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર