તા. ૦૨ એપ્રિલ ને શનિવારે રઘુવંશી લોહાણા જ્ઞાતિના બંધુઓ દ્વારા દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી શ્રી દરિયાલાલ મંદિર,દરિયાલાલ મંદિર વાળી શેરી મોરબી ખાતે કરવામાં આવશે
સવારે પ્રભુની આરતી, બાદમાં શ્રી રામાયણ પ્રવર્ચન,પ્રભુનું પૂજન કરાશે તેમજ વરુણ યજ્ઞ અને શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવશે વરુણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અજયભાઈ કીરચંદભાઈ કક્કડ અને હીનાબેન કક્કડ સાતક બેસશે તેમજ સાંજે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ભોજનશાળા મોરબી ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) રહે. વવાણીયા વાળા પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ...
મોરબી શહેરમાં દિવસે ને દિવસે દારૂની હેરાફેરી વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી શેરી નં -૦૨ મા આરોપીના કબ્જા ભોગવટા વાળી કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા...
મોરબી માળિયા ફાટક પાસે રોડ ઉપર પિતાએ પોતાના ૧૫ વર્ષના પુત્રને મોટરસાયકલ ચલાવવા આપતા સગીરાના પિતા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના માળિયા ફાટક પાસે રોડ પર હરેશભાઇ દેવરાજભાઇ વામજા (ઉ.વ-૫૨) રહે-મોરબી-૨ મહેન્દ્ર...