Friday, September 20, 2024

ટંકારા ખાતે વિના મૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ મહાલય, દયાનંદ ચોક, ટંકારા ખાતે તારીખઃ૧૮-૦૪-૨૦૨૨ સોમવાર સમય: સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સુધી વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર મેગા કેમ્પ યોજવામાં આવનાર છે. આ કેમ્પનું ઉદ્ઘાટન નિવૃત આયુર્વેદ અધ્યાપક વૈધશ્રી દયાલજી પરમારના હસ્તે કરવામાં આવશે
મોરબીમાં નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચનાથી સરકારી આયુર્વેદ દવાખાનું અને જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા મોરબી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાની સુખાકારી માટે ઘર આંગણાની તથા ઔષધિય વનસ્પતી પ્રદર્શન , આરોગ્યવિષયક જાણકારી તથા અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા તથા અન્ય હઠીલા રોગો માટે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઇટિકા, કમરનું દુખાવો, ગોઠણ દુખાવો, આધાશીશી જેવા રોગોમાં મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સાથી સારવાર કરવામાં આવી હતી. ચામડીના રોગો, હરસ-મસા, પેટના રોગો, જૂની શરદી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે રસાયન સારવાર,રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઔષધી વિતરણ,સાંધાના રોગો માટે વિશેષ અગ્નિ કર્મ સારવારજેવા હઠીલા રોગોની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે
કેસની નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાનાં ધોરણે સવારે ૯-૦૦ કલાકથી કરવામાં આવશે. આ કેમ્પમાં ડૉ. શ્રીબા જાડેજા (મેડિકલ ઓફિસર આયુર્વેદ,  ડૉ. વીરેન ઢેઢી ( મેડિકલ ઓફિસર આયુર્વેદ લખધીર નગર),  ડૉ. ખ્યાતિબેન ઠકરાર ( મેડિકલ ઓફિસર આયુર્વેદ સિવિલ હોસ્પિટલ મોરબી), ડૉ. દિલીપ વિઠલપરા ( મેડિકલ ઓફિસર આયુર્વેદ પીપળીયા રાજ વાંકાનેર), ડૉ. મિલન સોલંકી ( મેડિકલ ઓફિસર આયુર્વેદ રણમલપુર), ડૉ. વિજય નાંદરીયા ( મેડિકલ ઓફિસર હોમિયોપથી કોયલી અને ઇ. ચા. સિવિલ હોસ્પિટલ મોરબી), ડૉ.  જે.પી. ઠાકર ( મેડિકલ ઓફિસર હોમિયોપથી ટંકારા ) જેવા ડોક્ટરો સેવા આપશે આ સાથે તેમનો સ્ટાફ પીપળીયારાજ સેવક, ટંકારા સેવક, જનરલ હોસ્પિટલ સેવક અને લખધીરનગર – યોગ ઈન્સ્ટ્રકટર પણ ઉપસ્થિત રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર