મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ જયાબેન મનજીભાઈ ભોરણીયા ઉ.વ.૬૫ રહે. હમીરપર તા.ટંકારા વાળા ગત તા.૨૫/૧૦/૨૦૨૨ ના સવારના સાતેક વાગ્યા પહેલા કોઈ પણ સમયે હમીરપર ગામની બાજુમાં આવેલ કુવામાં પડી ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
