મોરબી શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ છે ત્યારે પોલીસ ટીમો પણ સતત કાર્યવાહી કરી આવા ઇસમોને ઝડપી રહી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ શેરીમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ ચલાવી હતી જેમાં આરોપી યાસીન ઉર્ફે બાબરી સીદીક ગંઢાંર રહે જામનગર વાળાને ગેરકાયદેસર પિસ્ટલ નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજાર સાથે ઝડપી લીધો હતો અને આરોપી હથીયાર સાજીદ અજીજ બ્લોચ રહે ચંદ્રપુર વાંકાનેર વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી જેથી બંને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરમાં બારેમાસ શ્રાવણ હોય તેમ લોકો જુગાર રમી રહ્યા છે ત્યારે મોરબીના લીલાપર રોડ પર સરકારી આવાસ યોજના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ નિસ્ત નાબુદ કરવા માટે...