મોરબી: ગુજરાત વિધાનસભા ચુંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે ચુંટણી જાહેરાત થાય તે પહેલાં દરેક વર્ગને રીઝવવા માટે સરકાર પ્રયાસો કરી રહી હોય તેમ ભેટ આપવામાં આવી રહી છે ત્યારે દિવાળી પહેલાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂ. 05 નો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સિરામિક ઉધોગને રાહત મળી છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ઓગસ્ટ માસમાં એક મહિના માટે વેકેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પણ તમામ યુનિટો શરુ થયા ના હોય તેથી મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. એટલું જ નહિ પ્રોપેન ગેસ તરફ પણ અનેક ફેક્ટરીઓ વળી હોય ત્યારે હવે વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે દિવાળી પર્વે ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં 05 ઘટાડવાનો નિર્ણય કર્યો છે અગાઉ 3 મહિનાના એમજીઓ કરનાર કંપનીને 63 રૂપિયાનો ગેસ મળતો હતો તે હવે 58.15 રૂપિયાના ભાવથી મળશે અને 1માસના એમજીઓ કરનાર ફેક્ટરીને 1.50 રૂપિયા વધુ ભાવ ચુકવવા પડશે અને તેવી કંપનીએ 59.65 રૂપિયા ભાવ ચુકવવા પડશે.
ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉધોગને સત્તાવાર જાણ કરી ભાવઘટાડા અંગે જણાવ્યું છે અને નવો ભાવ આજથી જ લાગુ થઇ જશે જેથી સિરામિક ઉદ્યોગને હાલ પુરતી રાહત મળી છે અને દિવાળી ભેટ મળી છે ઘણા સમયથી સતત ભાવવધારો કર્યા બાદ આખરે ગેસ કંપનીએ ગેસનો ભાવ ઘટાડતા ઉધોગકારોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ આ ભાવ ઘટાડાથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને મહિને દહાડે કરોડો રૂપિયાનો ફાયદો થનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.
મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તા. ૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ૮૦૪, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર...
મોરબીના રહેવાસી અને હાલ રાજકોટ કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા પોસ્ટમેન મોરબીથી રાજકોટ જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા...
મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવાર ના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં રાત્રે ૦૯:૦૦ કલાકે શરુ થશે અને આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે જેથી આ...