Friday, September 20, 2024

કોરોના મહામારી બાદ પાટીદાર શિક્ષક સમાજ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બેઠક માં શૈક્ષણિક અને સામાજિક બાબતો પર ચિંતન કરવામાં આવ્યું

મોરબી પાટીદાર શિક્ષક સમાજ એ મોરબી તાલુકામાં ફરજ બજાવતા પાટીદાર પ્રાથમિક શિક્ષકો માટેનું યુનિયન છે. કોરોનાકાળ પહેલા દર બે માસે મોરબી પાટીદાર શિક્ષક સમાજની બેઠકો નિયમિત મળતી અને શૈક્ષણિક તેમજ સામાજિક ઉત્કર્ષ માટેના પ્રકલ્પો હાથ ધરવામાં આવતા. હતા જોકે કોરોનાની વિકટ સ્થિતિને પગલે છેલ્લા બે વર્ષથી શિક્ષકોની મીટીંગ મળી સકી ના હતી


હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય બની જતા રવાપર તાલુકા શાળા મુકામે તાલુકાની દરેક તાલુકા શાળા વાઇઝ બે બે પાટીદાર શિક્ષકોને સામેલ કરી કોવિડ-19 બાદની આ પ્રથમ પાયાગત બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં આગામી સામાજિક અને શૈક્ષણિક પ્રોજેક્ટો, પ્રકલ્પો વિશે ચિંતન કરી જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું.આગામી દિવસોમાં તમામ પાટીદાર શિક્ષક ભાઈઓ બહેનોને સદસ્યતા આપી સામાજિક વ્યાપ વધારી પાટીદાર શિક્ષક સમાજનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.


આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ – મોરબીના સિનિયર કાર્યાધ્યક્ષ નિતેશભાઈ એન.રંગપડીયા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના મહામંત્રી કિરણભાઈ કાચરોલાએ પાટીદાર શિક્ષક સમાજના વિકાસ અર્થે સંપૂર્ણ સહકાર અને એકજૂટતા બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો. મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા હું નહીં આપણેની ભાવનાને ચરીતાર્થ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી પાટીદાર શિક્ષક સમાજના પ્રકલ્પકર્તા એવા શૈલેષભાઇ એન.ધાનજા અને સંદીપ બી.આદ્રોજાએ આવનાર સમય માટે આત્મીયતા અને એકાત્મતા બાબતે પોતાના વિચારો રજુ કર્યા હતા. શકત શનાળા(પ્લોટ) પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદભાઈ ટી.મારવાણિયાએ આ બેઠકનું સફળ અને સુચારૂ સંચાલન કર્યું હતું.

રવાપર પે સેન્ટરના મુખ્ય શિક્ષક હિરેનભાઈ એન.ધોરીયાણી અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ બરાસરાએ બેઠક અંગેની સંપૂર્ણ વ્યવસ્થા સુચારુ રીતે પૂર્ણ પાડેલ હતી.આગામી સમયમાં આ બેઠક બહોળા ફલક સાથે મળશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર