Friday, September 20, 2024

કાળઝાળ ગરમીમાં રાજ્યના લોકો શેકાયા! લોકોને ગરમીમાં જરૂર વગર બહાર ન નીકળવા અપીલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા સહિત અનેક જિલ્લામાં લોકો કાળજાળ ગરમી થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે બનાસકાંઠા-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ આગામી પાંચ દિવસ માટે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં કાળઝાળ ગરમીને યલો એલર્ટ આપવામાં આવી છે. આમ, હજુ આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીનો કેર યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભવાના નહિવત્ છે.

રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.  શુક્રવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો હતો. અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક શહેરોમાં યલો અને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર