શનિવારે વિનામૂલ્યે બાળકો માટે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપાનો 28મો કેમ્પ મોરબીમાં યોજાશે.
આવતીકાલે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા તા.4-6-22 શનિવારે
કોરોના હોઈ કે કોઈપણ બીમારી સામે લડવા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે તથા પ્રેગ્નેન્ટ લેડીઝ માટે વિનામૂલ્યે કશ્યપસંહિતામાં વર્ણવેલ 3 હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો 28મો કેમ્પ તારીખ 4-6-22 શનિવારે મોરબીમાં યોજાશે. જેનું સ્થળ શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઇટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10 થી 12:30 અને સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે.
આ આયુર્વેદિક ટીપના લાભ આ પ્રમાણે થાય છે. કોઈપણ રોગ સામે લડવા માટે જરૂર હોય છે ઇમ્યુનિટીની, આ ટીપથી બાળકોની ઇમ્યુનિટી વધે છે, પાચનતંત્ર સુધરે છે, યાદશક્તિમાં વધારો થાય છે, શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે., તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન વગેરેથી બચાવે છે, ગુસ્સો તથા ચીડચીડિયાપણું ઓછું થાય છે, બાળક એક્ટિવ થાય છે.આ ડ્રોપ્સની કોઈ સાઈડિફેક્ટ થતી નથી.