આમ આદમી પાર્ટીના શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં, જીલ્લા મંત્રી ચેતનભાઈ લોરિયાની ઉપસ્થિતિમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી
મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલાની આગેવાનીમાં ઝંઝવાડીયા ઉદયભાઈ ગોરધનભાઈ,પિત્રોડા કિશનભાઈ પરેશભાઈ તથા ચૌહાણ મીતભાઈ વિજયભાઈ વિવિધ પદે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ ક્કકડ,મોરબી શહેર સહ સંગઠન મંત્રી બજાણિયા મયુરભાઈ તથા મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયાની ઉપસ્થિતીમાં મોરબી શહેર યુવા સંગઠન મંત્રી તરીકે ઝંઝવાડીયા ઉદયભાઈ,મોરબી શહેર યુવા સહ સંગઠન મંત્રી તરીકે પિત્રોડા કિશનભાઈ તથા મોરબી શહેર યુવા મંત્રી તરીકે ચૌહાણ મીતભાઈની નિમણુક કરી છે.
