આમ આદમી પાર્ટીના શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં, જીલ્લા મંત્રી ચેતનભાઈ લોરિયાની ઉપસ્થિતિમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં મોરબી શહેર યુવા ઉપપ્રમુખ તરીકે કક્કડ સ્મિતભાઈ અજયભાઈ, શહેર યુવા મહામંત્રી તરીકે મિયાત્રા જીજ્ઞેશભાઈ જશભાઈ, યુવા મહામંત્રી તરીકે ચાવડા સાગર ધીરૂભાઈ, યુવા મંત્રી થરેચા અક્ષિત કિશોરભાઈ, યુવા મંત્રી તરીકે થરેચા સુમિત કિશોરભાઈ અને મંત્રી તરીકે થરેચા યશ ભીખાભાઈની નિમણુક કરવામાં આવી.