Wednesday, September 25, 2024

અમદાવાદના સિનિયર પત્રકારના ઈશારે કોંગ્રેસ શાસિત ભાયાવદર નગરપાલિકાના 12 સભ્યોના શ્રી કમલમમાં કેસરિયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લલિત વસોયાના ગઢમાં ગાબડું: કોંગ્રેસ શાસિત ભાયાવદર નગરપાલિકા અને સહકારી મંડળીના સભ્યો ભાજપમાં ભળ્યા

ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર પાડલિયાને પણ જાણ નહોતી કે ભાયાવદર પાલિકા ભાજપમાં આવે છે

 ભાજપના સાંસદ અને પ્રભારીઓ ટુંકા પડ્યા ! પત્રકારે ખેલ પાડ્યો

વિધાનસભા ચૂંટણીના મતદાનને આડે હવે 5 દિવસ છે ત્યારે 75 ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠકમાં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. 2017થી કોંગ્રેસ સાથે જોડાયેલી ધોરાજી બેઠકની મોટી ભાયાવદર નગરપાલિકાના 12 સભ્યોએ ભાજપનો કેસરિયા ખેસ ધારણ કર્યોછે. ગાંધીનગરના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુળ ભાયાવદરના વતની અને અમદાવાદના સિનિયર પત્રકારે સમગ્ર ઓપરેશન સફળ બનાવ્યું છે. ધોરાજી વિધાનસભા બેઠકના ભાજપના પ્રભારી અને સાંસદ સહિત જિલ્લા ભાજપના તમામ પદાધિકારીઓ જે ઘણા લાબા સમયથી રાજકીય ઓપરેશન સફળ કરવા મથતા હતા તે ઓપરેશન એક જ રાતમાં અમદાવાદ સ્થિત પાટીદારોની વૈશ્વિક સંસ્થાના પ્રમુખના એક જ ફોનથી સફળ થયું હતું. ઉલ્લેખનીય છે કે ભાયાવદર કોંગ્રેસ નગરપાલિકાના ઓપરેશન વિશે ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર પાડલિયા અને જિલ્લા ભાજપની ટીમને પણ અંધારામાં રાખી અમદાવાદના એક સિનિયર પત્રકાર અને ભાયાવદરના એક લોકલ પત્રકારે સફળ પાર પાડ્યું છે. માત્ર 3 જ દિવસની અંદર પાંચ વર્ષ જુના ભાજપના પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે. ઘણા લાંબા સમયથી જે નગરપાલિકા કોંગ્રેસનો ગઢ બનીને રહી ગઈ હતી તેનો ખેલ પડી ગયો છે. શુક્રવારે ગાંધીનગર ભાજપ મુખ્યાલય શ્રી કમલમ ખાતે નયન જીવાણી સહિતના 12 સભ્યોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયાઓ ખેસ ધારણ કર્યો છે. ભાયાવદરની કોંગ્રેસ શાસિત નગરપાલિકા સાથે ભાયાવદર સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રી સહિત 15 સભ્યોની ટીમ તેમ ભાયાવદર શહેરની કોંગ્રેસ કમિટીના 15 સભ્યોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. નગરપાલિકા અને સહકારી મંડળીના સભ્યો સહિત 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર