Sunday, September 22, 2024

અનોખી પહેલ : મોરબીની કેસરી ઈવેન્ટ દ્વારા તમામ નફો સેવાભાવી સંસ્થામાં વપરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : ક્રાંતિકારી વિચારોને વરેલી મોરબીની ક્રાંતિકારી સેના અને પશુ પક્ષીઓની સેવા માટે હરહંમેશ ખડેપગે રહેતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે જેમના દ્વારા ઈવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય શરુ કરાયો છે જેનો તમામ નફો ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આપવામાં આવશે.

મોરબીમાં હંમેશા સેવાના ભાવથી કાર્ય કરતી સંસ્થાઓ કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને ક્રાંતિકારી સેના છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ વધુમાં વધુ સેવા કાર્યો કરવા માટે વધુ દાનની જરૂર પડે છે તે માટે આ બે સંસ્થાઓના સભ્યોએ સાથે મળીને સંસ્થાને સ્વનિર્ભર બનાવવા માટે એક પહેલ કરી છે જેમાં ‘કેસરી ઈવેન્ટ’ ના નામથી ઈવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય શરુ કરવામાં આવ્યો છે જેનો તમામ નફો બંને સંસ્થાઓના સેવા કાર્યમાં વપરાશે જેથી મોરબીની જનતાને પોતાના પ્રસંગમાં કેસરી ઈવેન્ટને ઓર્ડર આપીને સેવાકાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. નં. 90164 99999, 88498 36461 અને 96013 47007 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર